કાલોલ હાઇવે પરથી જોખમી મુસાફરી કરતા મુસાફરો – વારંવાર તંત્રને રજુઆત છતાં તંત્ર ચુપ, મોટી દુર્ઘટના ની રાહ જોવાતી હોવાનું અનુમાન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ,

કાલોલ હાઇવે પરથી જોખમી મુસાફરી કરતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેને લઇને મુસાફરોનો જીવ જોખમાઈ રહ્યો છે. વડોદરા થી કાલોલ હાઇવે માર્ગ ઉપર એક મધ્ય પ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લકઝરી બસની છત ઉપર જીવના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો થોડા પૈસા વધુ કમાવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.જેમાં વડોદરા થી કાલોલ હાઇવે માર્ગ તરફથી મધ્ય પ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચની ખાનગી લકઝરી બસની છત ઉપર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. બસમાં પણ કેપેસિટી કરતાં વધારે મુસાફરો બસની અંદર પણ બેસાડીને લઈ જતા હોવાનો વીડિઓ વાઇરલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ બસના સંચાલકો વધુ પૈસા કમાવવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મોટેભાગે આવી લક્ઝરી બસ કચ્છ કાઠિયાવાડ સુરત વડોદરા તરફથી મુસાફરો ભરીને મધ્ય પ્રદેશ તરફ જતી હોય છે જેમાં કેપેસિટી કરતાં વધારે મુસાફરોને ભરી મુસાફરોનો જીવ જોખમમાં મૂકતા હોવા છતાં પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ આંખ આડા કાન કરીને મુસાફરોના જીવ સાથે રમત રમી રહ્યા છે.આવા જોખમી મુસાફરી કરતા વાહનચાલકોને આરટીઓ અને ટ્રાફિક વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને લઈને મજૂરી અર્થે ગયેલા  શ્રમજીવી પરિવાર આ તહેવાર મનાવવા માટે ઘણી વખતે ખાનગી બસોમાં જોખમી રીતે મુસાફરી કરીને જતા હોય છે ત્યારે તાજેતરમાં જ વડોદરા થી હાલોલહાઇવે માર્ગ ઉપર એક ખાનગી બસ 50 કરતા પણ વધારે મુસાફરોને બસની છત ઉપર બેસાડીને જોખમી રીતે મુસાફરી કરાઈ રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સાથે સાથે આ બસનો ડ્રાઇવર મોબાઈલ ઉપર વાત કરતો પણ વીડિયોમાં જોવા મળ્યો હતો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : કિરણભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!