ધાનેરા તાલુકાના હડતા ગામના યુવકની માઉન્ટ આબુમાં લુંટના ઈરાદે હત્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બનાસકાંઠા,

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરા તાલુકાના હડતા ગામના વતની હીતેશ ભાઈ સેધા ભાઈ ચોધરી તેમના પિતરાઈ ભાઈ સાથે માઉન્ટ આબુ જઈ પરત ફર્યા હતા ત્યારે છીપા બેરી પાસે બે બાઇક સવાર લુટારુએ અટકાવીને મૃતક હીતેશ ભાઈની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી મોબાઈલ ફોન લઈને ભાગી ગયા હતા. આ બાબતની જાણ સીહોરી પોલીસને થતાં સીહોરી એસ.પી અને જોધપુરના આઈ.જી. રાજેશ ભાઈ મીણા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બે બાઈક પર આવેલા લુટારુને પકડવા ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાના પગલે હડતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!