બનાસકાંઠા,
ધાનેરા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આજે શ્રાવણનો તહેવાર એટલે કે રક્ષા બંધન નિમિત્તે બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈની ભગવાન રક્ષા કરે તેવી પ્રાથના કરી હતી અને ભાઈને કંકુ તિલક કરી મીઠાઈ ખવડાવીને બહેનોએ ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધવામાં આવી હતી જ્યારે ભાઈએ પોતાની બહેનને મીઠાઈ ખવડાવીને ભેંટ સોગાદો આપી બહેનને માતા પિતાની કોઈ દિવસ ખોટ નહીં પડે અને ગમે તેવા કપરા સમયમાં ભાઈ તારી પડખે ઊભા રહેશે તેવી આશા બંધાવી હતી અને ભાઈઓએ પોતાની બહેનને અવનવી વાનગીઓ બનાવીને ભાઈ બહેન પાસે બેસીને ભોજન કર્યા હતાં જેથી બહેનોમાં ભારે હરખ જોવા મળી રહ્યો હતો અને બહેનોને ખુશ દેખીને ભાઈઓ પણ હરખ અનુભવી રહ્યા હતા અને સુખ શાંતિ પુવૅક તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુભાઈ પીઠાણી – ધાનેરા, બનાસકાંઠા





