ભરૂચ,
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યુનિયન હાઈસ્કુલ ભરૂચ ખાતે આંતર શાળા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વકૃત્વ સ્પર્ધાનો વિષય “મારા સ્વપ્નનું ભરૂચ” હતો
આ વકૃત્વ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડો.મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તથા નિર્ણાયક તરીકે શ્રવણ વિદ્યાલયના ટ્રસ્ટી વૈભવભાઈ બીનીવાલે, ઋષિભાઈ દવેએ સેવા આપી હતી. આ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા યુનિયન હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોની આયુષી, દ્વિતીય વિજેતા ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીની પરમાર ખુશી અને તૃતીય વિજેતા સાધના વિદ્યાલયની વિદ્યાર્થીની પટેલ દ્રષ્ટિ રહ્યા હતા. સૌ વિજેતા વિદ્યાર્થીઓને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી,અશોક જાદવ,જયેશ શાહ,જતીન પ્રજાપતિ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ વસાવાએ કર્યું હતું.





