આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાનો સ્થાનિક સદસ્યનો આક્ષેપ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– નગર સેવકે માંગેલી માહિતી મુખ્ય અધિકારીએ ના આપતા પાલિકામાં કંઈક રંધાઈ રહ્યુ હોવાનું જણાવ્યું

આમોદ નગરપાલિકામાં કંઈક રંધાઈ રહ્યુ હોવાનું પાલિકાના જ શાસક પક્ષના સદસ્યએ આક્ષેપ કરતા પાલિકા સત્તાધીશોમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના સદસ્ય વિનોદ ચીમન પટેલે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પાસે ૨૫ મી જુલાઈના રોજ વિવિધ ગ્રાન્ટો હેઠળ કેટલા કામ થયા અને કઈ એજન્સીને કેટલું બિલ ચૂકવવામાં આવ્યું સહિતની પહેલી એપ્રિલથી ૨૫ મી જુલાઈ સુધીની માહિતી માંગી હતી પરંતુ વોર્ડ નંબર ત્રણના સદસ્યને હજુ સુધી માહિતી નહીં મળતા તેમણે મીડિયાનો સહારો લીધો હતો અને જણાવ્યું હતું કે અમો આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસક પક્ષના સદસ્ય છે છતાં મુખ્ય અધિકારીએ અમોને માહિતી આપતા નથી જે સરકારના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા કરે છે, ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાને કારણે અમોને માહિતી આપવામાં આવતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમો લોક પ્રતિનિધિ હોવા છતાં માહીતી આપતા નથી જેથી અમો સાસંદ સભ્ય અને ધારાસભ્યને પણ પાલિકાના આવા અણઘડ વહીવટ સામે ફરીયાદ કરીશું તેમજ મુખ્યમંત્રીને ફરીયાદ કરીશું. આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો બાબતની અરજીઓનો પણ નિકાલ ના થતો હોય સદસ્યો નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આમોદ પાલિકા દ્વારા ૪૧ લાખમાં ખર્ચે નવું જેસીબી લાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો પરંતુ પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ થયેલા કેટલાય ભાજપના સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેથી આમોદનું રાજકારણ ગરમાયું હતું. લોક ચર્ચાઓ મુજબ આમોદ પાલિકા દ્વારા વધુ કિંમત આપીને ૪૧ લાખનું સિક્સ ઈન વન ડિજિટલ જેસીબી લાવવામાં આવ્યું હતું જે બાબતે આમોદ પાલિકાના પૂર્વ સદસ્ય મૈલેશ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકતા ચર્ચાઓ જાગી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!