ભરૂચના લુવારા ગામના ખેડૂતો મુશ્કેલીમાં: NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયું પાણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

–  હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદી કાંસ બંધ કરી ચેમ્બર બનાવી દેવાતા પાણીનો નિકાલ અટકતા ખેતરો પાણીમાં ડૂબ્યા

– વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા આંદોલન થકી ચક્કાજામની ચીમકી

ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલ લુવારા ગામ નજીક ફલાઈઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના  કારણે હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઈડ પર ચેમ્બર બનાવવામાં આવતા લુવારા ગામના ખેડૂતો માટે  મુશ્કેલી ઉભી કરી છે. ફ્લાઈઓવરનું કામ ચાલતા સર્વિસ રોડ બનાવામાં આવ્યો હતો.જે સર્વિસ રોડની બાજુમાં બનાવવામાં આવેલ ચેમ્બરનું લેવલ ઊંચું રાખવામાં આવતાં તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના જૂના મોટા પાઈપો કાઢી નાંખવામાં આવતા પાણીનો નિકાલ અટકી પડતા આસપાસના નીચાણવાળા લુવારા ગામના અંદાજીત ૩૦૦ વાંધા જમીનખમીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.કારણકે ખેતીની સિઝન હોવા છતાં ખેતરોમાં પાણી ભરાયેલા હોવાના કારણે ત્યાં જઈ શકાતું નથી જેના કારણે જમીનમાં વરાપ જીવ મળતી નથી.કલેક્ટર, એસડીએમ, મામલતદાર સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે એસડીએમ અને મામલતદાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમ છતાં આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી.જેથી ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારકથી આ પાણીનો નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.જો નિરાકરણ નહીં આવે તો આંદોલન કરી રોડ પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો લુવારા ગામના સરપંચ ઈશ્વર વસાવાએ જણાવ્યું હતું કે ગામના મોટા ભાગનાં ખેતરોમાં પાણીનો ભરાવો છે કારણ કે હાઈવે ઓથોરિટી દ્વારા જે કામગીરી ચાલી રહી છે જેના કારણે વરસાદી પાણીના નિકાલની જગ્યા પૂરી દેવામાં આવી છે અને ત્યાં ચેમ્બર બનાવી દેવામાં આવતા પાણીનો નિકાલ અટકી પડ્યો છે.જેની રજૂઆત હાઈવે ઓથોરિટ ની કરવામાં આવતા બે ત્રણ દિવસમાં કામ થઈ જશે નું કહ્યા બાદ આજે ૨૦ દિવસ થયા બાદ પણ આ જ પરિસ્થિતિ છે.હાઈવે ઓથોરિટમાં રહેમાન ભાઈ અમારા ફોન ઉપાડતા નથી જેથી રોષ છે અને જો નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.

સમસ્યાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વિવિધ વિભાગને કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પગલા લેવામાં આવતા નથી અને ધ્યાન આપવામાં આવતું નથી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!