જાંબુઘોડા કોલેજ ખાતે એનએસએસના પ્રોગ્રામ ઓફિસરોની બે દિવસિય શિબિરનો પ્રારંભ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પંચમહાલ,

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાની ઉપસ્થિતિમાં જોરીયા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જાંબુઘોડા ખાતે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસરોના બે દિવસીય કાર્યશાળાનો શુભારંભ કરાયો છે. આ પ્રસંગે ખાસ એન એસ એસના ગુજરાત રાજ્યના રિજનલ ડાયરેક્ટર ડો.કમલકુમાર સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસના 63 પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ પૈકી 60 પ્રોગ્રામ ઓફિસરો આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા કાર્યશાળાના અધ્યક્ષ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિએ ઉપસ્થિત પ્રોગ્રામ ઓફિસરોને સંબોધતા જણાવ્યું હતું કે એનએસએસના પ્રોગ્રામ ઓફિસરોને એનએસએસના માધ્યમથી પોતાની કોલેજની, પોતાની યુનિવર્સિટીની, પોતાના રાજ્યની અને દેશની સેવા કરવાની સુંદર તક છે. એનએસએસમાં રહીને ખુશ રહો અને સુંદર કાર્ય કરો તેવી શીખ આપતા તમામ પ્રોગ્રામ ઓફિસરો સાથે હળી મળી જઈ કાર્ય કરશે તો ખૂબ મજા આવશે.  નાના બનવામાં જે મજા આવે છે કે જે રીતે બાળક જીવન જીવે છે તે રીતે જીવન જીવવા તેમણે તમામ પ્રોગ્રામ ઓફિસર શ્રીઓને જણાવ્યું હતું. એનઈપી અંતર્ગત ઈન્ટરશીપ બાબતે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને જોડવા એનએસએસ મદદરૂપ થઈ શકે છે તેવી પણ બાબત તેમણે જણાવી હતી સાથે સાથે મુશ્કેલી કે આપદા છે તેને અવસરમાં ફેરવવાની તાકાત એનએસએસના પ્રોગ્રામ ઓફિસરમાં રહેલી છે અને તે રીતે કાર્ય કરવા તેમને દરેકને શીખ આપી હતી.

આ ઉપરાંત જેવી રીતે યુનિવર્સિટીએ સમગ્ર વર્ષ દરમિયાનનું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે તે રીતે જ એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર શ્રીઓએ આખા વર્ષ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તેનું કેલેન્ડર તૈયાર કરશે તો ખૂબ સુંદર કાર્ય થશે તેવો વિશ્વાસ તેમને તેમની હળવી અને રમુજી શૈલીમાં એક પ્રોગ્રામ ઓફિસર તરીકે  ખૂબ હળવા શબ્દોમાં કરી ઉપસ્થિત સૌ કોઈ પ્રોગ્રામ ઓફિસરોને ખુશ કરી દીધા હતા.

પ્રારંભમાં કોલેજના આચાર્ય રાઠવાએ જણાવ્યું હતું કે હું એનએસએસના પ્રોગ્રામ ઓફિસર માંથી જ આચાર્ય સુધી પહોંચ્યો છું તેવું જણાવી તેમને તમામ પ્રોગ્રામ ઓફિસરોને વ્યસન મુક્ત રહેવા  ટકોર કરી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા  વડોદરાની એમએસ યુનિવર્સિટીના IQAC ડાયરેક્ટર ડો.ભાવનાબેન મહેતાએ પણ જણાવ્યું હતું કે હું સ્કૂલના સમયથી જ એનએસએસની સ્વયંસેવિકા હતી અને મારા ઘડતર માટે એનએસએસનો ખૂબ ફાળો છે તેમ જણાવ્યું હતું.

એનએસએસના ગુજરાતના ડાયરેક્ટર કમલકુમાર કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એનએસએસ તો તમને આગવી ઓળખ આપે છે ત્યારે આ ઓળખને રાષ્ટ્રીય સ્તરે  પણ અપાવીએ તેની જવાબદારી એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસરોની છે. એનએસએસના સ્વયંસેવકોમાં ઘણા હાલમાં મંત્રી છે,સાંસદો છે, ધારાસભ્ય છે, વિવિધ કોલેજોમાં આચાર્યો છે, પ્રોફેસર  છે ત્યારે ચાર બાબતોને તેમણે ખાસ રજૂ કરી હતી. વર્તમાન સમયની ખૂબ મોટી ચેલેન્જ માઈક્રો પ્લાસ્ટિક, જળ સ્ત્રોત, કેન્સર અવેરનેસ અને સ્વચ્છતા બાબતે તેમને ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી હતી.

આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો. સંજયભાઈ જોશી એ તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો.હરેશભાઈ સુથાર દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરી હતી જ્યારે કોલેજના એનએસએસના સ્વયંસેવક ભાઈ બહેનોએ મૂળ આદિવાસી સંસ્કૃતિ મુજબ કુલપતિનું ઢોલ નગારા અને પરંપરાગત વસ્ત્રો સાથે શાનદાર સ્વાગત કરતા સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. આ કાર્ય શાળાનું સમાપન આવતીકાલે થશે જેમાં યુનિવર્સિટીના રજીસ્ટાર ખાસ ઉપસ્થિત રહેશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!