બાવકુભાઈ ઉંધાડે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને ૬૧ વીઘા જમીનનું દાન અર્પણ કર્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજકોટ,

– મારી જમીન હું વાપરું કે સમાજ વાપરે શું ફેર પડે : બાવકુભાઈ ઉંઘાડ

અમરેલીના પાટીદાર સમાજના અગ્રણી,ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડે અમરેલી જિલ્લામાં આવેલી પોતાની માલીકીની ૬૧ વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચાલતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને બાવકુભાઈ ઉંધાડે સમાજ વિકાસની પ્રવૃત્તિઓ વધુ વિસ્તરે તે હેતુ સાથે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાની કુંડળ ગામે આવેલી પોતાના હિસ્સાની વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને દાનમાં આપી છે.

રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિના આયોજનને લઈને એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે બાવકુભાઈ ઉંધાડના આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ સમયે બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યે મારી નિષ્ઠા અને ફરજ સમજીને આ જમીનનું દાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી રહ્યો છું. મારી જમીન હું વાપરું કે સમાજ વાપરે શું ફેર પડે. આજે હું જે કાંઈ છું તેમાં સમાજનો મોટો ફાળો છે એટલે સમાજને કંઈક આપવું એ મારી ફરજ છે.

આમ બાવકુભાઈ ઉંધાડે સમાજ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રત્યે પોતાની ઉદાર ભાવના વ્યક્ત કરી. બાવકુભાઈ ઉંધાડના આ સમાજહિતના નિર્ણય બદલ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીશ્રીઓએ તેઓને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને સમાજ પ્રત્યેની આ ઉદાર ભાવના બદલ તેઓને બિરદાવ્યા હતા.

મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર સર્વ સમાજની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં રાજકોટ નજીક અમરેલી ગામ પાસે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે દેશ-વિદેશથી દાનની સરવાણી ફુટી રહી છે તેવા સમયે બાવકુભાઈ ઉંધાડે આપેલું દાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!