ભરૂચ,
પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા ભાઈ – બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્મા કુમારી અંકલેશ્વર કેન્દ્રના સંચાલિકા અનિલા દીદી, યોગી દીદી સહિત અન્ય બહેનોએ અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી અને રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને સારવાર લેતા દર્દીઓને વહેલા સાજા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના ૧૪૦ દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાઈ તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે, ભાઈ – બહેનને પ્રવિત્ર સ્નેહે બાંધવાનું આ પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.





