ભરૂચ,
ભરૂચ તાલુકાના ચાવજ ગામના શ્રીરામ રેસિડન્સીમાં છેલ્લા સાત વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અવસરે ચાવજના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામે મળીને વિકાસના નવા અધ્યાયને વધાવ્યા હતા.
આશરે રૂ.૩૪ લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનો ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવતું હતું અને હવે તેમનાં હસ્તે આ માર્ગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામ રેસિડન્સીના રહીશો છેલ્લા કેટલાય સમયથી યોગ્ય માર્ગની માંગણી કરી રહ્યા હતા. ચાવજ ગામના સરપંચ પ્રવધીશ પટેલના પ્રયાસોથી આ માંગણી પૂર્ણ થવા શક્ય બન્યું હતું. ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ, નોન-પ્લાન ગ્રાન્ટ માંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું.લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઈન, ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી.





