ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે.આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં સીમ કાર્ડના પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનો ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડીયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું છે.
આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખને રાગિણી પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈ પણ વિડીયો કોલ આવે તો નહી ઉપાડવા માટે પણ અપીલ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના ફોન ચાલતા નહી હોય મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યાં છે પરતું આવી ઘટના કારણે તેઓ ડરી ગઈ છે કદાચ તેમના કોઈ સબંધીનો કૉલ આવે તો પણ ડર લાગે છે તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી, જોકે આ સાયબર ક્રાઈમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધવાના છે. તેઓએ જણાવ્યું હતું કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દેવો જોઈએ તેનો ઈલાજ કરવો જોઈએ.
આ અંગે આંગણવાડીની એક બહેન સાથે અમે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમના મોબાઈલ પર રાત્રિના 1:35 વાગ્યાના ગાળામાં વીડિયો કોલ આવ્યો હતો જેથી મને લાગ્યું કે કોઈ ઇમરજન્સી કોલ હશે એટલે તેમણે તેને ઉઠાવી લીધો તે જોતાં જ તેઓ ચોકી ઉઠ્યા હતા. આ સમયે મારા પતિ પણ જાગી તેમણે તે કોલ જોયો હતો. સવારે તેમના પતિ સાથે તેમને બોલાચાલી થઈ હતી તેમણે પતિને સમજાવ્યા હતા કે, આ આઇસીડીએસના નંબર છે એટલે ફ્રોડ કોલ હશે. ત્યાર બાદ મને અમારા ગ્રુપ દ્વારા જાણ થઈ કે અન્ય બહેનો પર પણ આવા ન્યૂડ વિડીયો કોલ આવ્યા હતા જેથી અમારી માગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.





