નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે નોંધાયો સાયબર ફ્રોડનો ગુનો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

– લક્ષ્મણ ચૌધરીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ

નર્મદા જિલ્લાના સાયબર ક્રાઈમ  સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ કરોડો રૃપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું બહાર આવતાં જ કોન્સ્ટેબલ સામે જ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવતા પોલીસબેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેઇલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેઇલ દ્વારા જાણ કરતો હતો. બેંક ખાતા બંધ થયા બાદ ફરિયાદ માટે સાયબર સેલમાં આવનારા પાસેથી લક્ષ્મણ ચૌધરી પૈસાની માંગણી કરતો હતો.

સાયબર સેલમાં થતા આ ગેરકાયદે કામ અંગે એસપી દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. બાદમાં લક્ષ્મણ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાનો  હુકમ કરાયો હતો. ત્રણ મહિના સુધી તપાસ હાથ ધરાયા બાદ તેનો સમગ્ર રિપોર્ટ એસપીને કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટની જાણ રેન્જ આઇજી, ડીજીપી તેમજ ગૃહ વિભાગને કરાઇ હતી.

પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ નર્મદા એસઓજી કરી રહી છે. પોલીસે જણાવ્યું  હતું કે લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૃપિયાનું સાયબર ફ્રોડ કર્યું છે એ ઊંડી તપાસ બાદ બહાર આવશે. તા.૨૩ જુલાઇના રોજ દાખલ થયેલી ફરિયાદ બાદ ધરપકડ કરાઇ હતી અને કોર્ટમાં રજૂ કરી કોન્સ્ટેબલના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!