રાજપીપલા ખાતે સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનોઈમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “નો વિમોચન સમારોહ અને કવિ યોજાયું સંમેલન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ કવિ સંમેલનમાં વડોદરા અને નર્મદાના કવિઓની ખાસ ઉપસ્થિતિ

રાજપીપલા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે  સાહિત્યકાર કવિ દીપક જગતાપના  મોનોઈમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “નો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ,શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે નૈષધ મકવાણા (કવિ, સાહિત્યકાર, કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી તથા અતિથિ વિશેષ પદેજિલ્લા શિક્ષણાધિકારી નર્મદાના અધિકારી પરેશભાઈ દલસાણીયા, તથા લોક સહયોગ ટ્રસ્ટના ગનેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ.અમિત ધોળકિયા, ડૉ.દિગ્વિજયસિંહ રાણા, નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડો. અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. પ્રા.ડૉ.ભરતકુમાર પરમારે મહેમાનો પરિચય આપ્યો હતો.

કવિ સાહિત્ય કાર અને કેળવણીકાર નૈષધ મકવાણાએ સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનોઈમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ ” નો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યો નું પઠન કરી મોનો ઈમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.પરેશભાઈ દલસાણીયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે.એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદના સભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનોઈમેજ કાવ્ય પ્રકારની સમજ આ કાવ્યના જનક અને માર્ગદર્શક ડૉ.મધુ કોઠારી અને જાણીતા કવિ રમેશ પટેલનો આભાર માની મોનોઈમેજ કાવ્યોનું પઠન કરી શ્રોતાજનો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનુ કવિ સંમેલનનું સરસ આયોજન કરાયું હતું. જેનું સંચાલન નૈષધ મકવાણાએ કર્યુ હતું. આ કવિસંમેલનમાં ભાગ લેનાર કવિઓ માં સર્વ કવિ રાકેશ સાગર,ઘનશ્યામ કુબાવત, ડૉ.ભરતકુમાર પરમાર, ડૉ.ભૌતિક પટેલ,મહેન્દ્રભાઈ પ્રજાપતિ,લાલસીંગભાઈ વસાવા, ઝહીર મન્સૂરી અને દીપક જગતાપે કાવ્યોગીત ગઝલો રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ પરમારે કર્યુ હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!