અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા 2.19 કરોડના વિદેશીદારૂનો નાશ કરાયો – અંકલેશ્વર એ અને બી ડિવિઝન તેમજ હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશીદારૂ જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ પાસે રોલર ફેરવી નાશ કરાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર,

અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટના પાછળના ભાગે ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા 2 કરોડ 19 લાખથી વધુના વિદેશીદારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા એ ડિવિઝન, બી ડિવિઝન અને હાંસોટ પોલીસ મથકમાં 38 જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશીદારૂના જથ્થાના નાશની જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટના પાછળના ભાગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા અને નશાબંધી અધિકારીઓની દેખરેખ હેઠળ ત્રણ પોલીસ મથકના રૂપિયા 2 કરોડ 19 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 75 હજાર 322 નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.આ વિદેશીદારૂના નાશની પ્રક્રિયા દરમ્યાન ત્રણેય પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!