કાલોલ,
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશિયાના સોસાયટી સામે સરકારી પડતર જમીનમાં 19 ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ હતું. આજરોજ આ ઘેરકાયદેસર દબાણો સરકારી તંત્ર દ્વારા ડિમોલેશન કરી તોડી પાડવામાં આવ્યા હતા. આ કેસની હકીકત એવી છે કે મોજે કાલોલ સર્વે નંબર 1797 હેઆરે પ્ર ઝીરો 23 81 તથા સર્વે નંબર 1798 હે આરે પ્ર ઝીરો બાર 41 વાળી જમીનનો સીટી સર્વે નંબર સ. નં. 2043 તથા 2042 વાળી સરકારી જમીન પર કેટલાક વર્ષોથી સામેવાળાઓએ દબાણ કરેલ હોય તેઓની સામે મુંબઈ જમીન અધિનિયમ મહેસુલ મહેસુલ 1879 ની કલમ 61 હેઠળ પગલા લઈ કરેલ દબાવવાનું ખુલ્લું કરવા તેમજ ધોરણ સરનો દંડ વસૂલ કરવા અત્રેની મામલતદાર કચેરી દ્વારા ડિમોલેશનની કામગીરી કરાઈ હતી. આ સર્વે દબાણકારો પર 27-06-2025 ના રોજ મુદ્દતે હાજર રહેવા જાણ કરવામાં આવી હતી. દબાણ કરતાં મુદતે હાજર રહી દબાણ બાબતે કોઈ ચોક્કસ પુરાવા તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ ના હતા. પુરાવાની ખાતરી કરતા જમીન તેમના માલિકીની હોવા અંગેના કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈ આધાર તેમની પાસેથી મળેલ નં હતો જેના કારણે સીટી સર્વે નંબર 2043 અને 2042 વાળી જમીનમાં દબાણ કરેલ હોવાનું સ્પષ્ટ જાહેર થયું હતું જેના કારણે આજરોજ કલેકટર અને પ્રાંત સાહેબના આદેશ અનુસાર કાલોલ મામલતદાર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં તમામ 19 દબાણ મકાનો ઉપર કાલોલ મામલતદાર દ્વારા ડિમોલેસનની કામગીરીથી આ સરકારી પડતર જમીનમાં આવેલા દબાણ દૂર કરાયા હતા. હમણાં જ તાજેતરમાં કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં નગરપાલિકામાં જીતનાર ઉમેદવારો આ વોર્ડ નંબર 5 ના ઉમેદવારો દ્વારા આ સોસાયટી અને દબાણ કરતા ઓને વોટ લેવા માટેના ખોટા વચનો આપી આ દબાણ નહીં તૂટે તેવી ખાતરી આપી પ્રજાને ઘેર માર્ગે દોરી હતી. ચૂંટણીના સમયે આપેલા ખોટા વચનોના કારણે ગેરકાયદેસર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેના કારણે આજે તેમનો રડવાનો વાળો આવ્યો છે જે નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ દબાણ કરતાં મકાનના માલિક પાસે નગરપાલિકા દ્વારા નળ જોડાણ અને વીજ કંપની દ્વારા વીજ જોડાણની સુવિધા પણ કરવામાં આવી હતી જો નગરપાલિકામાં ટેક્સ ના ભરતા હોય તો તેમને નળ જોડાણ અને વીજ જોડાણ કેવી રીતે મળી શકે એ પણ એક પેચી દો પ્રશ્ન છે કાલોલ નગરની બસ એક જ ચર્ચા છે – નગરપાલિકા વહીવટ એટલે અંધેરી નગરી ગંડુ રાજા ટકી શેરભાજી ટકી શેર ખાજા
આ બાબતે મામલતદાર શ્રી યોગેન્દ્ર સિંહ પુવાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે હજુ 10 થી 11 મકાનો તોડવાના બાકી છે જેમને પ્રથમ નોટિસ આપી ચૂક્યા છે. આ દબાણકર્તા છેલ્લા 40 – 45 વર્ષથી આ પડતર જમીન પર અડીન્ગો જમાવી બેઠા હતા તેમને દૂર કરવામાં આવ્યા છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : કિરણકુમાર કોન્ટ્રાકટર, કાલોલ – પંચમહાલ





