આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ,

આમોદ પોલીસ મથકે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટિયાની સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના ૧૪૦ દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાઈ તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. ભાઈ બહેનને પ્રવિત્ર સ્નેહે બાંધવાનું આ પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!