તાંદલજા વિસ્તારના વિધાર્થીઓએ કરાટેની સ્પર્ધામાં 20 મેડલ મેળવી શહેરમાં ડંકો વગાડયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વડોદરા,

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ : ૦૩-૦૮-૨૦૨૫ ના રોજ વાઘોડીયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઇન્ટરનેશનલ વાડો ફેડેરેશન દ્વારા 12મી વાડો ઓહત્સુકા કરાટે કપ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાંદલજા સ્થિત ફૈજ સ્કૂલ ખાતે ચાલતી જેબીઝ માર્શલ આર્ટ્સ એકેડમી દ્વારા કરાટે તાલીમ મેળવતા ૧૧ બાળકોએ સકરાટે સ્પર્ધામાં ફાઇટ અને કાતા ઇવેન્ટ ભાગ લઈ ૨૦ મેડલ પ્રાપ્ત કરી વિજેતા પ્રાપ્ત કરેલ છે. વિજેતાઓમાં કાતા ઇવેન્ટ માં સામેલ પ્રથમ ક્રમાંકે શ્યાન મન્સૂરી, સલેહા મણિયાર, અરશીન ધોબી, મોહમ્મદઅલી આર. મલેક, સુફિયાન મિર્જા, હેબ્બા મિર્જા, ઝેનખાન પઠાણનો સમાવેશ થાય છે જ્યારે  બીજા ક્રમાંકે  કાતા ઇવેંટમાં ગુલામકબીર આર. પઠાણનો સમાવેશ થાય છે. કુમિતે ઇવેંટમાં પ્રથમ ક્રમાંકે શયાન મન્સૂરી, સાલેહા મણિયાર, મોહમ્મદઅલી મલેક, સુફિયાન મિર્જાનો સમાવેશ થાય છે. બીજા ક્રમાંકે જીદાન આર. મલેક, જૈનખાન પઠાણ અને અમાયરા સી. વ્હોરા નો સમેવ્શ થાય છે. ત્રીજા ક્રમાંકે અરશીન ધોબી, હેબ્બા મિર્જા, અને ગુલામકબીર પઠાણ અને શેખ અકસા આર.  નો સમાવેશ થાય છે. વિજેતા વિધાર્થીઓ  મેડલ મેળવી તાંદલજા  વિસ્તારનું અને શાળાનું નામ રોશન કરેલ છે. વિજેતા વિધાર્થીઓને એકેડમીના કોચ તસ્લીમ મલેક અને  ચીફ ઇન્સ્ટ્રક્ટર જાબીરહુસેન એન.મલેક દ્વારા તાલીમ મેળવેલ છે. વિજેતા થવા બદલ ફૈજ શાળાના આચાર્ય શ્રી તરન્નુમ મેડમ, ટ્રસ્ટી શ્રી અઝિઝ સૈયદ સાહબ અને ટ્રસ્ટી શ્રી આરીફભાઈ સૈયદ અને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશનના સ્ટાઇલ હેડ અને પ્રેસિડેન્ટ ચચંદ્રેશસિંઘ અને વિકાસ સોઢી સર અને  વિધાર્થીઓના વાલીશ્રીઓ  દ્વારા વિજેતા  વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રાજેશ ત્રિવેદી

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!