છોટાઉદેપુર,
મળતી માહિતી મુજબ બોડેલી તાલુકામાં આવેલ ધનપુર ખોસ વસાહતમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી. બોડેલી તાલુકામાં આવેલ ધનપુર ખોસવસાહતમાં રહેતા બચુભાઈ ચુનિયાભાઈ રાઠવાની પુત્રી જેતપુર પાવી તાલુકાના રતનપુરથી પિતાના ઘરે મહેમાન આવી હતી ત્યારે તેનો પુત્ર ત્રણ વર્ષીય વંશ ઘર આંગણે રમી રહ્યો હતો તે દરમિયાન કુતરાએ હુમલો કરી બાળકને કેનાલ તરફ ઘસડી ગયો હતો. ગામ લોકો આ કુતળાનો પીછો કરી કેનાલ સુધી ગયા પરંતુ ત્યાં પહોંચતા પહેલા કુતળાએ માસુમ બાળકને પેટના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચડી હતી જેથી બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
નાનકડા ખોબલા જેવા ગામમાં ગંભીર બનાવ બનતા લોકોમાં ભઈનો વાતાવરણ જોવા મળ્યું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી, છોટાઉદેપુર






