ગોધરાના બામરોલી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ગોધરા,

ગોધરાના બામરોલી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ બામરોલી વિસ્તારમાં એક એક્ટિવા ચાલકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો જેમાં એકટીવા ચાલક પોતાની એકટીવા ઉપરથી નીચે ઢળી પડ્યો હતો. જોકે આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક એકટીવા ચાલકને ઢોરોના ઝુંડથી બચાવી લીધો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બામરોલી વિસ્તારમાં દરરોજ 100 થી વધુ રખડતા ઢોર રસ્તાની વચ્ચે અડિંગો જમાવીને બેસી રહે છે, આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે નગરપાલિકા હજુ પણ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે. અનેક વખત ફરિયાદો કરવા છતાં રખડતા ઢોરોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ સમસ્યા માત્ર બામરોલી વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ ગોધરાના અન્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવે અને રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે. આજે થયેલ અકસ્માતમાં એક્ટિવા ચાલકને સદભાગ્યે ગંભીર ઈજા થઈ નથી, પરંતુ આવા અકસ્માતો ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે. નગરપાલિકાના અધિકારીઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : કિરણકુમાર કોન્ટ્રાક્ટર, કાલોલ જીલ્લો પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!