જાલેશ્વર મહાદેવના શિવલિંગ પર બારેમાસ ગુપ્તગંગા અભિષેક ; આજથી 10 દાયકા પહેલાં મંદિરના ખોદકામ સમયે જૂનું શિવલિંગ અચાનક બહાર આવ્યું હતું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની ડુમખલ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. કોકમ ગામ તાલુકા પેલેસ ડેડિયાપાડાથી છેક 30 કિલોમીટર દૂર આવેલું છે. કોકમ ગામમાં સો ટકા આદિવાસી સમાજ વસે છે. અને ગામની વસતી 945 જેટલી છે.

સાતપુડાની ગિરિમાળા તળળેટીમાં વહેતી પૂર્વા નદીના વહેણની બાજુમાં આવેલું કોકમ ગામના લોકો ખૂબ જ વહેતા ઝરણાથી શિવલિંગ પર પાણી અભિષેક વર્ષો પુરાણી ઘટના લોકમુખે જીવંત છે. શિયાળો ઉનાળો ચોમાસુ કોઈપણ સીઝન હોય આ અભિષેક ક્યારે બંધ થયો નથી. સાતપુડા ની ગિરિમાળા અને સુરપાણેશ્વર ના જંગલોમાં વસેલું કોકમ ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ પર બારેમાસ જળાભિષેક થાય છે. જે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આજથી 10 દયાકા પહેલા કોકમ ગામે મંદિર ના ખોદકામ વખતે જૂનું શિવલિંગ અચાનક બહાર આવ્યું હતું. જેમાં ખોદકામ વખતે ઘણી વસ્તુઓ મળી આવતાં આ જગ્યા આધ્યાત્મિક્તાની ધરોહર છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે, બારેમાસ પહાડોમાંથી વહેતું ઝરણું સીધું શિવાજીને અભિષેક કરે છે. એટલે અહીંયા મંદિર જાલેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું છે.દર સોમવારે અહીં ભક્તોની ભીડ ઊમટી પડે છે. શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તનું ઘોડાપૂર ઊમટે છે. લગભગ ત્રણ પેઢીથી આ મંદિર મંદિરમાં એક પરિવાર સેવા કરે છે. હાલમાં પૂજારી તરીકે શનાભાઈ ઓલિયાભાઈ વસાવા સેવારત છે. આ જાણકારી આપી હતી.  કોકમ ગામ પાસે ગદાધારી ચુલિયા હનુમાનજી મંદિર પ્રખ્યાત સ્થળ છે.

– મહાભારત યુગમાં પાંચ પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહીં રોકાયા હતા

મહાભારત યુગમાં પાંચ પાંડવો પોતાના ગુપ્ત વાસ દરમિયાન આ વિસ્તારમાં રોકાયા હતા. પાંડવોએ શિવલિંગ અને હનુમાનજીની સ્થાપના કરી હોય એમ માનવામાં આવે છે. પાંડવોના હાથમાં એક કમંડળમાં ગંગાજળ હોવાથી ભૂલથી ઢોળાઈ ગયું. ત્યારે પાંડવોના શબ્દો હતા કે, યુગે યુગે અહીં ગંગાજળ નહીં ખૂટે આજે પણ જે ભાવિક ભક્તો સાચી શ્રદ્ધા અને ભક્તિથી દર્શને આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

– ગામનું નામ કેવી રીતે પડયું?

આ ગામમો દેશી રજવાડા સાથે નાતો હતો. ડુમ રાજાના દેશી રજવાડા વખતે કોકમ ગામમાં ભૂતકાળમાં કકબુટી નામની જ્ઞાતિ રહેતી હતી. લોકવાયકા પ્રમાણે કોકબુરી પરથી “કોકમ” ગામ ઓળખ પામ્યું હતું. આ ગામની વસતી 945 છે. જિલ્લા મથકથી અંતર 85 કિલોમીટ આવેલ છે, અહીંયા આવવા માટે રોસ માર્ગે આવું પડે છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!