જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનો પદવીદાન સમારંભ કાર્યક્રમ યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જન હિતના કર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઈલ્ડ ડેવલોપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જન હિતાર્થે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે.

ભરૂચની હોટલમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર,નેયનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર,નયનાબેન ખુમાણને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા.સાથે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું પ વર્ષનું સરવૈયું પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું.જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો.સાથે ભરૂચના મીડિયાકર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની બીજી સન્માનિત સંસ્થાના સન્માનિત પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!