ભરૂચ,
જંબુસરના નહાર ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આગમન થયા હતા.મુખ્યમંત્રીના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવી કંબોઈ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગના દર્શન કર્યા હતા તેમજ યજ્ઞમાં પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી.સાથે જ 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન આપ્યુ હતું. તાલુકાના નહાર ગામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચતા માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય ડી કે સ્વામીજી, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિત હોદ્દેદારો અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ભારત માતાકી જય ના નારા ગુંજતા જોવા મળ્યા હતા. હેલીપેડ થી મુખ્યમંત્રી કંબોઈ ખાતે રવાના થયા હતા જ્યાં મહાદેવજીના દર્શન પૂજન કરી ભક્તોને પ્રસાદી પીરસી ત્યાંથી પરત નહાર ગામ ખાતે આવ્યા હતા. નહાર છત્રસિંહ મોરીના નિવાસ્થાને પધારી સૌનું અભિવાદન જીલ્યું હતું અને ત્યારબાદ માજી મંત્રી છત્રસિંહ મોરી દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડી મુખ્યમંત્રીને સન્માનિત કર્યા હતા ત્યાર બાદ પરિવાર સાથે મુલાકાત કરી હોદ્દેદારો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી પરત જીઆઈડીસી મુલાકાત માટે રવાના થયા હતા.





