સ્ટેચ્યુ ઑફ યુનિટીના રસ્તા પર દીપડો દેખાયો : વાયરલ વિડિયોમાં દીપડો જાહેર રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો – પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી તરફ જતા રસ્તા પર આજે સવારે એક દીપડો જોવા મળ્યો. એક જાગૃત નાગરિકે આ દૃશ્યનો વિડિયો ઉતારી સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી પર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. હાલમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી તે જોવા માટે પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે.આવા સમયે વહેલી સવારે રસ્તાની વચ્ચે દીપડો ચાલતો જોવા મળ્યો હતો.

આ દ્રશ્ય જોઈને આસપાસના ગ્રામજનો, રાહદારીઓ અને પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વિડિયોમાં એ પણ જોવા મળ્યું કે દીપડો રસ્તા પર હતો ત્યારે સામેથી એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો, જો દીપડાએ બાઈક ચાલક પર હુમલો કર્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

જાહેર રસ્તા પર દીપડાની અવરજવરથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે.સ્થાનિક લોકો આ માનવભક્ષી પ્રાણીને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!