ભરૂચ,
અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારે એક વૃદ્ધે જીવનથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નદીમાં ઊતરીને જીવન ટૂંકાવા પ્રયત્ન કરનાર વૃદ્ધને ત્યાં હાજર ગામના સતર્ક યુવાનોને જોઈ લીધા હતા. તેઓ તરત જ નદી માં ઊતરી વૃદ્ધને સુરક્ષિત બહાર ખેંચી લાવ્યા હતા અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. વૃદ્ધ દાદા સતત એક જ વાત કરતા રહ્યા કે, “મને સુ કામ બચાવ્યું? મને મારી જવું છે, હું જીવનથી કંટાળી ગયો છું.” તેમનો માનસિક સંતુલન બગડેલો જણાતો હતો. યુવાનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને વૃદ્ધને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમનો વધુ સારવાર અને મનોવિજ્ઞાનિક સહાય માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.





