બનાસકાંઠા,
દિયોદર તાલુકાના વડીયા – ધ્રાંડવ – નોખા ને જોડતા નવીન માર્ગ ઉપર વહીવટી વિભાગ દ્વારા સૂચિત બોર્ડ લગાવવામાં ના આવતા બહારથી આવતા લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોવાથી તાત્કાલીક ધોરણે સૂચિત બોર્ડ લગાવવા સ્થાનિકોએ તંત્રને અરજી લખી માંગ કરી કરી છે. દિયોદર તાલુકાના વડીયા થી ધ્રાડવ થઈને નોખા ને જોડતા ત્રણ રસ્તા ઉપર વહીવટી તંત્ર દ્વારા સૂચિત બોર્ડ લગાવવામાં આવેલ નથી જેથી બહારથી આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રાત્રીના સમય અજાણ લોકો માર્ગ ભૂલા પડ્તા હોવાથી ગામના જાગૃત નાગરિક કરશનભાઈ રાજપુત દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલીક સૂચિત બોર્ડ લગાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. બીજી તરફ વડીયા પ્રા. શાળા થી દિયોદર તરફ આવતો માર્ગ પાણીની પાઇપ લાઈનથી તૂટી ગયેલ હોય રસ્તો રિપેરિંગ કરવા પણ રજૂઆત કરી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રમેશભાઈ ચૌધરી




