કાંકરેજના અણદપુરા ગામની મહિલાની દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત – હુમલો કરી ધમકી આપતા ગામના શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બનાસકાંઠા,

કાંકરેજ તાલુકા અણદપુરા ગામની એક મહિલાએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ગામના જ શખ્સો સામે કાર્યવાહી  કરવા લેખિત રજૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના અણદપુરા ગામની મંજુબેન વાઘાભાઈ ઠાકોર ગામની કરિયાણાની દુકાને જીવન જરૂરિયાત ની વસ્તુઓની ખરીદી કરવા ગયેલ તે સમયે ત્યાં ઉભેલા ગામના શખ્સોએ મહિલાને કહેલ કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તારો દીકરો કેમ ઊભો થયો છે તેવું કહી મહિલા અને તેના ઘર ઉપર હુમલો કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ (૧) મેરુજી હમીરજી ઠાકોર (૨) ભારતીબેન મરૂજી ઠાકોર (૩) અમૃતજી રૂપસિંહ ઠાકોર (૪) વાસુભાઈ ગાડાભાઈ પ્રજાપતિ (૫) અશોકભાઈ ભેમાભાઈ પ્રજાપતિ (૬) ઉજીબેન ભેમાભાઈ પ્રજાપતિ (૭) ભરતભાઈ ઉમેદભાઈ પ્રજાપતિ (૮) ભેમાભાઈ મફાભાઈ પ્રજાપતિ (૯) વદનજી હમીરભાઈ ઠાકોર (૧૦) પરાગભાઈ અંબારામભાઈ પ્રજાપતિ વિરુધ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિત રજૂઆત કરી ગામના શખ્સો સામે ગુન્હો દાખલ કરવા લેખિત ફરિયાદ આપી હતી. મંજુબેન સાથે આ બાબતે વાત કરતાં તેઓએ જણાવેલ કે આ હુમલાના જવાબદાર માથાભારે વ્યક્તિઓ ઉપર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ધરણા પર જશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રમેશભાઈ ચૌધરી

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!