બોડેલી,
ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બોડેલી તાલુકામાં આવેલ વિદ્યા મંદિર હાઈસ્કુલ માંકની ખાતે ટીબી રોગ તથા મેલરીયા વાહક જન્ય રોગ તથા આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી ટીબી સુપરવાઇઝર અજયસિંહ સોલંકી, તાલુકા સુપરવાઈઝર ગૌરાંગ દરજી, લેપ્રસી સુપરવાઈઝર પીયુષ ભાટીયા, સિકલસેલ કાઉન્સીલર જીતુભાઈ, મેડીકલ ઓફિસર ડૉ. ભરત રાઠવા તથા સુપરવાઈઝર રાહુલ રાણા, શાળાના સિક્ષકો તથા વિધ્યાર્થી હાજર રહ્યા હતા જેમાં ટીબી સુપરવાઇઝર અજયસિંહ સોલંકી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષાનો જેવા કે બે અઠવાડિયાથી ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો તાવ આવવો, ગળફામાં લોહી પડવું અને મફત નિદાન માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં એક્સરે ની તપાસ અથવા ગળફાની તપાસ કરાવવી, મફત ટીબીની સારવાર, ટીબી રોગ અટકાવવાના પગલાં તથા સરકારશ્રી દ્વારા મળતી સહાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપરાંત લેપ્રસી સુપરવાઈઝર પીયુષ ભાટીયા દ્વારા લેપ્રસી રોગ વિશે સિકલસેલ કાઉન્સીલર જીતુભાઈ સિકલસેલ વિશે માહિતી આપવામાં આવી. અંતે તાલુકા સુપરવાઈઝર ગૌરાંગ દરજી દ્વારા મેલરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી, સાથે હેંડ વોશિંગ ટેકનિક પણ શીખવાડવામાં આવે જેથી પોતે નિરોગી આજે તંદુરસ્ત રહે તથા મેડીકલ ઓફિસર ડૉ. ભરત રાઠવા દ્વારા અન્ય આરોગ્ય વિષયક ઊંડાણ પૂર્વક સમજણ આપવામાં આવી હતી અને મેલેરિયા વાહક જન્ય રોગ વિશે અને પોરા દર્શન તેમજ રસીકરણ માટેની પણ માહિતી આપવામાં આવી. આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રાજેશભાઈ ત્રિવેદી




