આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઈન વન ડિજિટલ જેસીબીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ – રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઈન વન ડિજિટલ જેસીબીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ,

આમોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી રૂપિયા ૪૧ લાખના ખર્ચે જેસીબી મશીનની ખરીદી કરાતા આજ રોજ આમોદ – જંબુસર મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.જેમાં પાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય સૂચક ગેરહાજરી બતાવી હોવાનું જાણવા મળ્યું છે.

આમોદ નગરપાલિકા દ્વારા ૪૧ લાખ રૂપિયાની માતબર રકમથી સિક્સ ઈન વન ડિજિટલ જેસીબી મશીનની ખરીદી કરવામાં આવી હતી.પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ જૂનું જેસીબી કામ નહોતું આપી શકતું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી નવું જેસીબી ખરીદવામાં આવ્યું હતું જેનું આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કરવામાં આવેલ જેસીબીની મદદથી હવે આમોદ નગરમાં થતા ગંદકીના ઢગલા સહેલાઈથી ઉઠાવી શકાશે,જાહેર માર્ગો ઉપર અડચણરૂપ ઝાડી ઝાંખરાં,ગાંડા બાવળ દૂર કરી શકાશે તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ કરી શકાશે.

ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે થયેલા જેસીબીના લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ કેટલાક સદસ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!