ભરૂચ,
ભરૂચ જિલ્લાના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્થિત ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી સમાપ્ત થશે. આ કાર્યક્રમ માટે આરેલી ખાતે યોજાયેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે. આ રેલીમાં ભવ્ય સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ આ ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે. આદિવાસી સમાજ દ્વારા ઉજવાતા આ દિવસની ઉજવણી પોતાનાં હક, ઓળખ અને સંસ્કૃતિ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.





