દશામાની વ્રત પૂર્ણાહુતિ : નર્મદા ઘાટો પર ભક્તિભાવપૂર્વક વિસર્જન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ – અંકલેશ્વર

દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિતે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધીપૂર્વક પૂજા-અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

શ્રદ્ધાળુઓ દ્વારા ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ, મક્કમપુર નજીકના ઘાટ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં બોરભાઠા બેટ નજીક આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી.

વિસર્જન યાત્રા દરમિયાન “દશામા જીકી જય” ના જયઘોષો સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!