ઓગસ્ટ ૨૦૨૫ થી દેશભરમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઘણા ફેરાફર થવા જઇ રહ્યા છે. આ તમામ ફેરફારો બેંકિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર નવા UPI નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ કાયદાકીય સુધારાનો મુખ્ય હેતુ બેંક શાસન સુધારવાનો અને રોકાણકારોને વધુ સુરક્ષા આપવાનો તથા જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટ વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે. સહકારી બેંકોના સંચાલનમાં કોઇ પણ પ્રકારની ભૂલ ના થાય તે માટે જરૂરી ફેરફારો કરાયા છે.
આ ફેરફારો મૂજબ કુલ ૫ જુદા કાયદામાં ૧૯ સુધારાઓ કરાયા છે. તેમાં RBI અધિનિયમ ૧૯૩૪, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯, SBI અધિનિયમ ૧૯૫૫ અને બેંકિંગ કંપનીઓ અધિનિયમ ૧૯૭૦ તથા ૧૯૮૦નો સમાવેશ થાય છે.
આ સુધરાઓ મુજબ હવે ‘નોંધપાત્ર વ્યાજ’ માટે રોકાણ મર્યાદા રૂ. ૫ લાખથી રૂ. ૨ કરોડ સુધી વધારવામાં આવી છે. આ બદલાવ 1968 પછી પહેલી વખત થયો છે, જે કંપનીઓમાં રોકાણ કરવાની રીત બદલી શકે છે. સહકારી બેંકોમાં ચેરમેન અને પૂર્ણ સમય ડિરેક્ટર સિવાયના અન્ય ડિરેક્ટરો માટે કાર્યકાળની મુદ્દત ૮ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવી છે.
પબ્લિક સેક્ટરની બેંકો હવે દાવો ન કરેલા શેર, વ્યાજ અને બોન્ડની રકમ IEPF (Investor Education and Protection Fund) માં ટ્રાન્સફર કરી શકે છે. એ ઉપરાંત, હાઇ ક્વોલિટી ઓડિટરો માટે યોગ્ય મહેનતાણું ચૂકવવાની સત્તા પણ આપવામાં આવી છે.
NPCI દ્વારા UPI ના ઉપયોગ પર દૈનિક ઉપયોગની મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેના મુજબ દૈનિક પૈસા વ્યવહાર ઉપર મર્યાદા મૂકી દેવામાં આવી છે. હવે ઉપભોગતા પોતાનું બેલેન્સ ફક્ત ૫૦ વખત ચેક કરી શકાશે અને લિંક કરેલા બેંક ખાતાં જોવા માટે દિવસમાં માત્ર ૨૫ પ્રયાસો જ કરી શકશે. OTT સબ્સ્ક્રિપ્શન કે SIP હવે પીક અવર્સ એટલે કે સવારે ઓફિસ જવાના સમય ૧૦ થી બપોરે ૧ અને સાંજે ૫ થી રાત્રે ૯:૩૦ સુધી બંધ રહેશે, અન્ય સમયગાળા દરમિયાન OTP ચાલુ રહેશે.
અન્ય ફેરફારોમાં જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે ત્યારે વધુમાં વધુ 3 વાર ફરી પ્રયાસ કરી શકાશે. ટ્રાન્ઝેક્શનની પરિસ્થિતિ ચેક કરવા માટે ૯૦ સેકન્ડ રાહ જોઈ, દિવસમાં માત્ર 3 વાર જ ચેક કરી શકાશે. ICICI બેંકે પેમેન્ટ એગ્રીગેટર્સ માટે નવી ફી જાહેર કરી છે. હવે UPI વ્યવહારો પર ૦.૦૨% થી ૦.૦૪% સુધી ચાર્જ લાગશે. મહત્તમ ચાર્જ ICICI એસ્ક્રો ખાતા માટે રૂ. ૬ અને અન્ય માટે રૂ. ૧૦ પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે.
સ્ટેટ બેંકે પણ પોતાના નિયમોમાં બદલાવ કર્યા છે જે મુજબ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારકો માટે હવે જો પ્લેન દુર્ઘટના કે કોઇ પણ હવાઇ અકસ્માત સર્જાયો તો વીમો મળશે નહીં. આ સુવિધા ૧૧.૦૮.૨૦2૫ થી બંધ કરવામાં આવશે. RBI ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ૫ થી ૭ ઓગસ્ટ દરમ્યાન યોજાવાની છે. જેમાં રેપો રેટ અને વ્યાજદરોમાં બદલાવ થવાની શક્યતા છે, જેનાથી લોન અને બચત ખાતાઓના વ્યાજ દરો પ્રભાવિત થઈ શકે છે.
પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને ૮ ઓગસ્ટ ૨૦૨૫ પહેલા તેમના બેંક ખાતાઓની KYC અપડેટ કરવા કહ્યું છે જેથી ખાતા સામાન્ય રીતે ચાલતા રહે. આ અપડેટ RBIના આદેશ અનુસાર કરવામાં આવી રહ્યું છે. આ KYC અપડેટ એવા ગ્રાહકો માટે છે જેમનું KYC અપડેટ ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં અપડેટ કરવામાં આવ્યું નથી.
૧૫ ઓગસ્ટ ૨૦૨૫ થી ખાનગી વાહન માલિકો માટે એક નવો FASTag વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે. આ પાસ ૩૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે અને એક વર્ષ અથવા ૨૦૦ ટોલ વ્યવહારો માટે માન્ય રહેશે. આ યોજના વારંવાર હાઇવે પર મુસાફરી કરતા લોકોને સરળ અને સસ્તું કરવા માટે લાવવામાં આવી છે. આ વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી, જેઓ ઈચ્છે છે તેઓ હાલની રીતે FASTag નો ઉપયોગ કરી શકે છે.




