બોડેલી,
છોટાઉદેપુર જિલ્લાની નર્સિંગ સ્કૂલ તથા નટવરસિંહ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ છોટાઉદેપુરમાં મહિલા સમન્વય દ્વારા દેવીઅહલ્યાબાઈ હોલકરની ત્રીજી જન્મ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દેવી અહલ્યબાઈ હોલકરના જીવન પર સુંદર નૃત્ય નાટિકા કરવામાં આવી. ત્યારબાદ સ્ત્રીશક્તિના રાષ્ટ્રીય અધ્યક્ષ સેલજા તાઈ અંધારેજી એ અહલ્યા બાઇનો ચરિત્ર ગાન કર્યું હતું તદુપરાંત ડો. નીલાબેન ડોંગરે મહિલા સમન્વય વતી પુણ્યશ્લોક અહલ્યાબાઈ ના ગુણગાન વાર્તા સ્વરૂપમાં કર્યાબાદ ડો. નેહા ચૌહાણજી એ દેવી અહલ્યાબાઈ હોલકર સમિતિ વતી એમને ન્યાયપ્રિયતા વાર્તા સ્વરૂપમાં વખાણી. આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ભાવના બેન જોશી પ્રિન્સિપલ નર્સિંગ સ્કૂલ તેમજ શ્રી વસંતભાઈ પટેલ પ્રિન્સિપાલ આર્ટસ સાયન્સ અને કોમર્સ કોલેજ, મંચ પર ઉપસ્થિત રહ્યા. છોટાઉદેપુર જિલ્લાના મહિલા સમન્વયના કાર્યકર્તા જોસના બેન રાઠવા, કિર્તીબેન રાઠવા, અર્ચનાબેન પરમાર અને વિવિધ તાલુકાની બહેનો ઉપસ્થિત રહી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓની ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાય નીવડી. આ પ્રસંગે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ કોલેજના નર્સિંગ સ્કૂલનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રાજેશ ત્રિવેદી
