રાજકોટ,
રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત કેબિનેટના સામાજિક ન્યાય અને સશક્તિકરણ (Minister for Social Justice and Empowerment of Gujarat) મંત્રી ભાનુબેન બાબરિયા તેમના મતવિસ્તારમાં જ લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. ત્રંબા ગામમાં ‘ભાનુબેન બાબરિયા ગુમ’ ના બેનરો લાગ્યા, જેમાં ગ્રામજનોએ જર્જરિત બેઠા પૂલ અને વિકાસના અભાવે ઐતહાસિક મંદિરના દર્શન જોખમી બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અનેક રજૂઆતો છતાં કામ ન થતાં લોકોએ કટાક્ષ સાથે ઈનામની ઘોષણા કરી રોષ વ્યક્ત કર્યો. ભાનુબેન જે વોર્ડ નં. ૦૧ ના કોર્પોરેટર પણ છે, તેમના વિસ્તારમાં ખરાબ રસ્તા, ગંદકી જેવી સમસ્યાઓનો ઉકેલ ન આવતાં લોકો નારાજ છે. મનપાની સભાઓમાં નિયમિત હાજરી ન આપવી, રજા રિપોર્ટ ન મૂકવો અને કાર્યાલય ન ખોલવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. લોકોના જણાવ્યા અનુસાર ભાનુબેનના મટવિસ્તારમાં વિકાસના કોઈ કામો થતાં નથી અને ભાનુબેન એમના કાર્યાલયમાં પણ મળતા જેથી અમને આ બેનર મુકવાની ફર્ઝ્ પડી છે. રાજકોટને કેબિનેટમાં સ્થાન મળ્યું, પરંતુ વિકાસનો લાભ ન મળતાં અનેક સવાલો ઉભા થયા છે.