ભુજ એ.સી.બી. ની સફળ ટ્રેપ : રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતો લાંચિયો અધિકારી છટકામાં ફસાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભુજ,

પ્રાપ્ત માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે (ફરિયાદીનું નામ છુપાવવામાં આવ્યું છે) પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરેલ. જે અરજી સહાય બાબતે ફરિયાદીએ આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તાલુકા પંચાયત ભુજ નાઓને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ રૂ.૪૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ, અને આ ગેરકાયદેસર લાંચની રકમ બાબતે આરોપી વિશાલ ભરતભાઈ જોષીએ અન્ય આરોપી દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તાલુકા પંચાયત ભુજને મળવા જણાવેલ.

જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ભુજ શ્રી એલ.એસ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, ભૂજ એ.સી.બી તથા શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ નો સંપર્ક કરેલ અને પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આઘારે ગોઠવેલ લાંચના છટકાં પ્રમાણે આરોપી વિશાલ ભરતભાઈ જોષીએ ફરિયાદીને ફોન પર દર્શન વિષ્ણુભાઈ પટેલને મળી આ લાંચની રકમ આપી દેવા જણાવેલ. આ વાતચીતના આધારે દર્શન વિષ્ણુભાઈ પટેલે રૂ.૪૦,૦૦૦/- લાંચની રકમ આરોપી પાસેથી સ્વીકારતાં એ.સી.બી. એ ગોઠવેલા છટકામાં પકડાઈ ગયા હતા. બન્ને આરોપીઓએ એકબીજાને મદદ કરી ગુન્હો કર્યા બાબત સ્વીકારી લેતાં એ.સી.બી. એ દર્શન વિષ્ણુભાઈ પટેલને રંગેહાથ પકડી રૂ. ૪૦,૦૦૦ ની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી અન્ય આરોપી વિશાલ ભરતભાઈ જોષી ફરાર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!