મહેસાણા એ.સી.બી. ની સફળ ટ્રેપ : 30000 ની લાંચ લેતા નાયબ મામલતદાર રંગે હાથે ઝડપાયા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

સાબરકાંઠા,

મળેલ માહિતી મુજબ આરોપી જિતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલ, ઉ.વ.૩૯, હોદ્દો: નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર-ગાંભોઇ) , વર્ગ-૩, મામલતદાર કચેરી હિંમતનગર, જી.સાબરકાંઠા નાઓએ હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારી / કર્મચારીઓ દ્વારા જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માંગવાની અરજીઓમાં પોઝીટીવ અભિપ્રાય આપવા અને કોઈ હેરાનગતિ ન કરવા સારું એક જાગૃત નાગરિક પાસેથી રૂ.૩૦,૦૦૦/- થી રૂ.૫૦,૦૦૦/- સુધીની લાંચની માગણી કરવામાં આવેલ હતી. જેની ફરિયાદ એ.સી.બી. માં કરતાં આ હકીકતના આધારે વોચ રાખી તારીખ ૨૯. ૦૭. ૨૦૨૫ ના રોજ શ્રી એસ.ડી.ચાવડા – એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા તથા શ્રી.એ.કે.પરમાર – મદદનીશ નિયામક એ.સી.બી., ગાંધીનગર નાઓ દ્વારા સર્કલ ઓફિસરની ઓફિસ, મામલતદાર કચેરી, હિંમતનગર, જી.સાબરકાંઠા માં લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩૦,૦૦૦/- ની લાંચની માગણી કરી રકમ સ્વીકારતાં રંગે હાથે ઝડપાય ગયા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!