જામનગર અને જોડિયામાં પોલીસે જુગારના બે અદ્દાઓ પર દરોડા પાડ્યા હતા અને પાના વડે જુગાર રમતા 12 શખ્સોની અટકાયત કરી ૫૦ હજારની મટ્ટા કબ્જે કરી છે.
જામનગરમાં તિરુપતિ પાર્કમાં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પડ્યો હતો જ્યાં જુગાર રમી રહેલા નજીર અબ્દુલ શેખ, હાજી હુસેન સિપાઈ સહિત 8 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ. ૪૫૦૦૦ ની રોકડ કબ્જે કરી છે.
અન્ય બનાવમાં જોડિયા નજીક આવેલ સરકારી મંડળી પાસે જુગાર રમતા સીદીક હુસેનભાઈ વાઘેર, સિકંદર ઇસ્માઇલ વાઘેર, તથા અન્ય બે આમ કુલ ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ. ૩૨૦૦ ની રોકડ રકમ કબ્જે કરી છે.