ભરૂચના નગરજનોની સુખાકારીમાં સુવિધા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૌડાની બોર્ડ બેઠકમાં અંદાજે ૪૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા) ના ચેરમેન અને કલેક્ટર ભરૂચના અધ્યક્ષસ્થાને તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરીને મંજુરી આપવામાં આવેલ છે.જેમાં મુખ્યત્વે બૌડા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલીકા નજીકના વિકસિત થઈ રહેલ વિસ્તાર એવા મોજે કોસમડી ના વિસ્તારનો સુઆયોજીત વિકાસને વેગ મળે, આયોજનબધ્ધ વિકાસ થાય તે હેતુથી અંદાજીત ૧૩૦૦ હેકટરની ૧૧-મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવા માટે હદ પરામર્શ મેળવવાની કામગીરી કરવાને મંજુરી આપવામાં આવી.ઝાડેશ્વર વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી અંર્તગત નગર રચના અધિકારીના આયોજનલક્ષી સુચનો પાઠવવા મંજુરી આપેલ છે.જેનાથી પ્રારંભિક યોજના બનાવવાની કામગીરીને વેગ મળશે તથા સદરહુ નગર રચના યોજનામાં સુચવેલ ૨૫.૫૨ હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે, સામાજીક અને આર્થિક નબળા લોકોના રહેણાંક માટેની જગ્યા, બાગ-બગીચાઓ, સામાજીક માળખાઓની સુવિધાઓ માટેની જગ્યા, રહેણાંક તથા વાણીજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રીઝર્વેશનોની જમીનો જેવી વિવિધ સુવિધાઓ માટે જમીનો ઉપલબ્ધ થશે.

બૌડા ટી.પી.વિસ્તારમાં ટી.પી રોડના કબજા મેળવી વિકાસની દ્રષ્ટિએ મુલ્યાંકન કરતાં પ્રાથમિકતાના ધોરણે નીચે મુજબના પાંચ ટી.પી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે અંદાજીત ૨૫ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવેલી છે.તવરાથી હલદરવાને જોડતો ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૬ કી.મી. નો ટી.પી. રોડ શક્તિનાથ સર્કલ રેલ્વે ગરનાળા થી શેરપુરા-ડુંગરી રેલ્વે ક્રોસીંગ સુધી ૧૨.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૫ કી.મી.નો ટી.પી. રોડ જંબુસર-ભરૂચ રોડથી દહેજ બાયપાસને જોડતો આઝાદ ગાર્ડન પાસેથી પસાર થતો ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૩ કી.મી નો ટી.પી રોડ

ગણેશ નંદન સોસાયટીથી હલદરવા તરફ જતા ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૨ કિ.મી લંબાઇ ધરાવતા રસ્તાની નવિનીકરણની કામગીરી.

મોજે. તવરા, હલદરવા, લુવારા અને વગુસણા ગામમાંથી પસાર થઈ નેશનલ હાઈવે-૪૮ ને જોડતો ૬૦.૦૦ મીટર પહોળાઈ ડી.પી. રીંગ રોડ પૈકી ટી.પી. ૧૬/એ અને ૧૬/બી તવરામાંથી પસાર થતો અંદાજીત ૨.૪ કી.મી.નો ટી.પી./ડી.પી. રોડ

બૌડા વિસ્તારમાં સમાવિષ્ટ ભોલાવ, તવરા, કાપોદરા અને કોસમડી ગામોના તળાવોના નવીનીકરણ, બ્યુટીફીકેશન, અપગ્રેડેશનની કામગીરી માટે અંદાજે ૨૦ કરોડના ખર્ચની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા) ને લગત નગર રચના યોજનાઓ, વિકાસ યોજના જેવી વિકાસના કામો તેમજ વિવિધ માહીતીઓ ઓનલાઈન મેળવી શકાય, તે હેતુથી બૌડાની વેબસાઈટ ડીઝાઈન કરવા બાબતે મંજુરી આપવામાં આવી હતી.નગરજનોના સુખાકારી સુવિધા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૌડાની ૨૯ મી બોર્ડ બેઠકમાં અંદાજે કુલ ૪૫ કરોડના કામોની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલી છે.સાથે બૌડા વિસ્તારમાં જે પણ કામગીરી ચાલી રહી છે અને જે પણ સ્કીમ પડી રહી છે તેની માહિતી મળી રહે તે માટે નવી વેબસાઈ બનાવવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!