નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો અવરજવર પર રોકડા યથાવત રાખી આ વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
ભરૂચ-દહેજ રોડ ઉપર નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા નર્મદા ચોકડીથી દહેગામ સુધી આમ બંને સાઈડ ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા તથા પ્રતિબંધિત સમય દરમ્યાન ભારે વાહનોને રૂટ ડાયવર્ટ કરેલ જાહેનામાની મુદ્દતમાં આગામી તા.૧૦ ઓગષ્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે દહેગામ બાયપાસ થી નર્મદા ચોકડી સુધી તથા નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો દ્વારા અવાર નવાર આ જાહેરનામનો ભંગ થતો હોય આ જાહેરનામાંનો ભંગ કરનાર વાહન ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.