સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવાના ઉદ્દેશ્યથી ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું – ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

નાગરિકોને વધુ સારી સરકારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે જનસેવા કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવાના મુખ્ય હેતુ રહ્યો છે.આ જનસેવા કેન્દ્ર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની સરળ અને ઝડપી ઉપલબ્ધિ માટે સહાય કરશે,તેમજ સરકાર અને જનતા વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવા આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આમ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં જનસેવા કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ તકે.ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય અરૂણસિંહ રાણા સહિતના મહાનુભાવોએ કચેરીની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતીબા યાદવ, જિલ્લા અગ્રણી તેમજ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ.અને ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!