ગુજરાતના 14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, ગુજરાતમાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ગુજરાતમાં અનેક જીલ્લામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે સોમવાર, 28મી જુલાઈ ના રોજ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!