ભરૂચમાં મોંધવારીને લઈને કોંગ્રેસનું હલ્લાબોલ : રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી મોંધવારીની પ્રતિકાત્મક જેલ નિર્માણ કરી, મોપેડને લારીમાં મૂકી નોંધાવ્યો વિરોધ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– હલ્લાબોલ હલ્લાબોલના નારા,હાય હાય ના નારા સહિત મોંધવારી વિરુદ્ધ નારા લગાવ્યા 

– વિરોધ દરમ્યાન લારી લઈને રોડ પર ઉતરતા પોલીસે અટકાવતા વિરોધ ઉગ્ર બન્યો 

– કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા 

– ખેંચતાણ બાદ પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો

વધતી જતી મોંધવારીને લઈને ભરૂચ શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ખેંચતાણ ના દ્રશ્યો સર્જાયા હતા જે બાદ તેઓની અટકાયત કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળવા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં હલ્લાબોલ કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોએ લારી પર એક્ટિવા મૂકી તેમજ “મોંઘવારીની જેલ”નું પ્રતિકાત્મક નિર્માણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમ્યાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા,જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી અને કિરણ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, તાલુકા પ્રમુખ મકબુલ અભલી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હુસૈના દિવાન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!