નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં દીપડાનો આતંક પુન: જોવા મળ્યો : પ્રવાસીઓમાં ફફડાટ 

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

• ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે પુલ પર દીપડો બિન્દાસ્ત લટાર મારતો જોવા મળ્યો

નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં દીપડાનો આતંક પુન:જોવા મળ્યો છે. જેને કારણે ખાસ કરીને પ્રવાસીઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૌથી આકર્ષક પ્રોજેક્ટમાના એક એવા ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે પુલ પર દીપડો બિન્દાસ્ત લટાર મારતો જોવા મળ્યો હતો.જે વિડિઓ વાયરલ થતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. જે પુલ પર હંમેશા પ્રવાસીઓનો મેળો જામતો હોય છે ત્યાં જ દીપડાની હાજરીથી પ્રવાસીઓની સુરક્ષા પર સૌથી મોટો પ્રશ્નાર્થ મુકાયો છે.

આ અગાઉ જંગલ સફારી પાર્ક માં પણ દીપડો ઘૂસી ગયો હતો.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પ્રવાસન સ્થળો અને ગામડાઓમાં દીપડાની ખુલ્લેઆમ દહેશત જોવા મળે છે. માત્ર પ્રવાસન સ્થળો જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા, સાગબારા અને નાંદોદ તાલુકાના સિસોદ્રા સહિતના અનેક ગામડાઓમાં દીપડો દેખાતા લોકોમાં ભય નો માહોલ છે. ગ્રામજનો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે વન વિભાગ આવા દીપડાને પાંજરે પુરે એવી માંગ ઉઠી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!