વાલીયા પોલીસે ગામના ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ ફોર વહીલ ગાડી સાથે એક ઈસમને 13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાલિયા, ભરૂચ

વાલીયા પોલીસ મથકનો સ્ટાફ ગામના ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નેત્રંગ તરફથી એક અર્ટિગા ફોર વહીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને વિદેશી દારૂની 3108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7.94 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 13.04 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મધ્ય પ્રદેશના રાજગઢના આઝાદ માર્ગ નઈ આબાદી ખાતે રહેતો ઇમરાનખાન જુમ્માખાનને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઇસમને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!