અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર,

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારો અને કર્મચારીઓએ સાફ-સફાઈ કરી હતી

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને ક્લીન-અપ ડ્રાઇવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

આ અભિયાનમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાફ-સફાઈ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સહભાગી બનવાની અપીલ કરી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!