અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પાસેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક કારની છત પર મોટરસાઇકલ બાંધી તેના ઉપર બે લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળે છે.આ ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસાર થતા લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ તથા RTOની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી હરકત ટ્રાફિક નિયમોના ભંગ સમાન માનવામાં આવે છે. ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની બેદરકારીથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સુધી મામલે પોલીસ અથવા RTO વિભાગ તરફથી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
