ભરૂચ,
– ઘટનાને પગલે મુસ્લિમ સમાજના આગેવાનોએ ભરૂચ એસપીને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
ભરૂચમાં સોશ્યલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીન નામના આઈ.ડી.પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. આ બાબતે મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભરૂચમાં સોશ્યલ મીડિયા પર તૌસિફ ટાઈગર નામના આઈડી પરથી અપલોડ કરાયેલા એક વિડિયોને લઈને વિવાદ સર્જાયો છે. વીડિયોમાં બકરી ઈદ દરમ્યાન આપવામાં આવતી ઈસ્લામિક કુર્બાની અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિડિયોમાં ધર્મના નામે પશુઓની કુર્બાની બંધ કરવાની વાત કરવામાં આવી હોવાનું જણાવાતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘ટાઈગર સાશ’ (તોસિફ ટાઇગર) નામના એક યુઝર દ્વારા ઈસ્લામ ધર્મની પવિત્ર પ્રથા ‘કુર્બાની’ (Eid al-Adha) અને પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવતા મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદના જવાબમાં એક અન્ય સોશિયલ મીડિયા યુઝરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતો વીડિયો જાહેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાને પગલે સમાજના આગેવાનોએ ભરૂચ એસપીને આવેદનપત્ર પાઠવી સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિડિયો પોસ્ટ કરનાર તૌસિફ હનીફ પાંચભાયા મૂળ અંકલેશ્વરના રહેવાસી છે અને હાલ વિદેશમાં રહે છે. મુસ્લિમ સમાજ દ્વારા તેમના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
સમાજમાં વધતા રોષ અને વિરોધ બાદ તૌસિફ પાંચભાયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડિયો પોસ્ટ કરી માફી માંગી હોવાનું સામે આવ્યું છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)