છોટાઉદેપુર જિલ્લા ખનીજ વિભાગ એક્શન મોડમાં : ખમાપુરા- બાંગાપુરા No mining zone માંથી ૧ મશીન અને ૧ ટ્રક ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ 

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

• ગેરકાયદેસર રેતી ખનન કરનારા ભૂગર્ભમાં ખોવાયા

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તથા ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકી ના આદેશ અનુસાર છોટાઉદેપુર જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગ દરમિયાન (ક્ષેત્રીય તપાસ દરમિયાન) તા.૨૩.૦૫.૨૦૨૬ ના રાત્રીના સમયે મોજે ખમાપુરા–બાંગાપુરા, તા.બોડેલી, જી.છોટાઉદેપુર ખાતેથી પસાર થતી ઓરસંગ નદીપટ્ટ પરના એકવાડક્ટના No Mining Zone વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવતા સાદીરેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન કરતા ૦૧ જેસીબી એસ્કેવેટર મશીન તેમજ ૦૧ ટ્રકને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેને લઇ રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તાજેતર માં ગેરકાયદેસર ખનન સામે રુ -13.5 કરોડ જેટલા દંડની કાર્યવાહી બાદ જાણે છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમમાં અલગ જ એનર્જી આવી હોય એવુ જોવા મળ્યું છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ ઉનાળાની ગરમીમાં પણ નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરનારાઓ માટે અભિશાપ બનીને ફરી રહી છે. કાળજાળ ગરમીમાં ખાણ ખનીજ અધિકારીઓ સરકારી ગાડી છોડી બાઈક તથા એકટીવા લઈ પેટ્રોલિંગ કરે છે, જેને લઇ ગેરકાયદેસર પ્રવુતિ કરનારાઓ જાણે ભૂગર્ભમાં ખોવાઈ ગયા હોવાની ચર્ચા ઓ ચાલી રહી છે. અધિકારીઓની પ્રાઇવેટ ગાડીમાં રેડ કરારવાથી સરકારી ગાડી ની દેખરેખ કરી ખનીજ માફિયા ઓને જાણ કરનારા પણ થાકી ગયાની સ્થિતિ સર્જાઈ છે. તેમાં વળી ખનીજ વિભાગના દબંગ કહેવાતા મહિલા અધિકારી હાલ ખુબજ ચર્ચામાં છે. ખનીજ માફિયાઓમાં તેઓનો એટલે ડર બેસી ગયો છે કે એકટીવા લઇ કોઈપણ મહિલા નદીમાં જાય એટલે ખનીજ માફિયામાં ભાગમભાગ થઈ જાય છે. આમ ગેરકાયદેસર ખનન કરનારા હાલ વેન્ટિલેટર પર છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ ના કહેવાય. 

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!