ભરૂચ,
ભરૂચ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણં માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા આયોજન ભવન ખાતે યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રોડ – રસ્તા, ચોમાસા પૂર્વે કાંસ સફાઈ, જિલ્લાના રોડ – રસ્તાની મરામત, પીવાના પાણી, બૌડાના પ્રશ્રો, ડીજીવીસીએલ, માપણી, મોબાઈલ નેટવર્ક, પ્લોટની ફાળવણી, જેવા ધારાસભ્યગણ દ્નારા રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. નવનાથ ગવ્હાણે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્રોનું નિરાકણ લાવવા વિવિધ રચનાત્મક સૂચનો કર્યો હતા.
તેમણે કહ્યું હતું કે, જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ચર્ચા માટેની નહી પણ પ્રશ્રોના પોઝીટીવ નિરાકરણ માટેની બેઠક છે. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. તમામ વિભાગોમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો અને કોઈ પણ પ્રશ્રોનો પોઝિટિવ એપ્રોચ અને મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તે રીતે કાર્યપ્રણાલીની ગોઠવણી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર શ્રી પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
