અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ત્રણ એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાની ટળી હતી
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. ત્રણ એસટી બસ અને એક ફોરવ્હીલ કાર વચ્ચે અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ફોરવ્હીલ વાહનના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)





