ભરૂચમાં MD ડ્રગ્સ કેસમાં કડક ચુકાદો : આરોપીને 15 વર્ષની સખત કેદ અને ₹ 2 લાખનો દંડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં નામદાર કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

તતારીખ 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી MD ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન સોકત ખીલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે.જે. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેસ નામદાર પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ. સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદાને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!